કર્ણાટક સેક્સ સ્કેન્ડલ, લોકસભા ઉમેદવાર પ્રજજવલ પાર્ટીમાંથી સસ્પેન્ડ

Update: 2024-05-01 04:17 GMT

જનતા દળ (સેક્યુલર)એ મંગળવારે હાસનથી પાર્ટીના સાંસદ અને લોકસભાના ઉમેદવાર પ્રજ્જ્વલ રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીએ મંગળવારે JDS કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં પ્રજ્જ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.બેઠક બાદ જેડી(એસ) કોર કમિટીના પ્રમુખ જીટી દેવગૌડાએ કહ્યું કે અમે પ્રજ્જ્વલ રેવન્ના સામે SITની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને SIT તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્જ્વલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા કહ્યું છે.

કુમારસ્વામીએ કહ્યું કે SIT તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રજ્જ્વલ રેવન્નાને સસ્પેન્ડ કરવામાં આવે છે. મેં ક્યારેય ખોટું કરનારનો બચાવ કર્યો નથી, પરંતુ આ વિવાદમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનું નામ લેવું ખોટું છે. કોંગ્રેસ અમારા પરિવારમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.

કર્ણાટક ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્ર યેદિયુરપ્પાએ કલબુર્ગીમાં કહ્યું કે ભાજપનું વલણ સ્પષ્ટ છે. કોઈપણ રાજકીય પક્ષ આ બાબતને સમર્થન આપશે નહીં. રાજ્ય સરકારે પહેલેથી જ SITની રચના કરી છે, તેથી તપાસ ચાલુ રહેશે. ભાજપ કે જેડીએસ આ મામલાને સમર્થન આપી રહ્યું નથી.

Tags:    

Similar News