ભરૂચનું માતરીયા તળાવ શહેરની નવી ઓળખ બનશે.

Update: 2016-03-28 12:30 GMT

 

અંદાજીત રૂપિયા 8 કરોડના ખર્ચે તળાવનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે જે ટૂંક સમયમાં ખુલ્લું મુકવામાં આવશે.

ભરૂચ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતા માતરીયા તળાવની કાયા કલ્પ કરવામાં આવી રહી છે. અંદાજીત રૂપિયા 8 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું છે. આ તળાવ 63 એકરમાં આવેલું છે જે દેશમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતું તળાવ હોવાનું કહેવાય છે.

ભરૂચ ની ઓળખ સમાન માતરીયા તળાવ નું નવ નિર્માણનું કામ છેલ્લા દશ વર્ષથી ચાલી રહ્યું છે અને તળાવ ની સહેલગાહનો લાભ ક્યારે લોકો મેળવી શકશે એ પ્રશ્ન લોક મોઢે ચર્ચાય રહ્યો હતો. જોકે હવે ભરૂચ ની પ્રજાની આતુરતા નો અંત આવશે તેમ લાગી રહ્યું છે અને હવે ટૂંક સમય માં જ માતરીયા તળાવની લોકાર્પણ વિધિ યોજાઈ તેવી જાણકારી મળી રહી છે.

ભરૂચ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે જેમ સુરતનું ગોપી તળાવ,અમદાવાદનું કાંકરિયા તળાવ શહેરની ઓળખ બન્યું છે તેજ રીતે ભરૂચ નું માતરીયા તળાવ પણ શહેરની નવી ઓળખ બનશે. વહીવટી તંત્ર દ્વારા તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવતા સહેલાણીઓ બોટિંગ, એમ્યુઝ પાર્ક સહીતની સુવિધાઓથી સજ્જ પાર્ક ની સહેલગાહ માણી શકશે.

Tags:    

Similar News