પંચમહાલના શહેરા સી.એચ.સી સેન્ટર ખાતે 209 દિવ્યાંગ લાભાર્થીઓને વિકલાંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં.

Update: 2023-07-14 16:16 GMT

પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા સીએચસી સેન્ટર ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં શહેરા તાલુકાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓને સર્ટિફિકેટ કાઢી આપવામા આવ્યા હતા. આ કેમ્પમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલા શહેરા સીએસચી ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પ યોજાવામાં આવ્યો હતો. જેમાં વિવિધ શાખાના નિષ્ણાંત જેવા કે હાડકા વિભાગ-કાન નાક ગળા વિભાગ-માનસિક રોગ વિભાગ-આંખ રોગ વિભાગના નિષ્ણાંત આવી લાભાર્થીઓનું તપાસ કરી એમની યોગ્યતા મુજબ વિકલાંગ સર્ટિફિકેટ કઢાવી આપવામાં આવ્યા હતા.આ દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પમાં કુલ 209 લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ દિવ્યાંગ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન નોડલ ડૉ.હેમાંગ જૉષી અને આરબીએસકે ટીમના તમામ સ્ટાફ અને પીએચસીના આરોગ્ય વિભાગ કર્મચારીઓએ કર્યુ હતુ. શહેરા તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે શહેરા સીએચસીના અશ્વિનભાઈ રાઠોડ દ્વારા પણ સહયોગ આપવામા આવ્યો હતો. દિવ્યાગં સર્ટિફિકેટ કેમ્પ સફળ રહ્યો હતો.


Tags:    

Similar News