The archies બાદ khushi kapoor ઇબ્રાહિમ અલી ખાન સાથે આ ફિલ્મમાં રોમાન્સ કરતી જોવા મળશે

Update: 2023-12-14 15:50 GMT

દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની દિકરી ખુશી કપૂરે તાજેતરમાં 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. ખુશીની આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી અને ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ખુશીના હાથમાં બીજી મોટી ફિલ્મ આવી ગઈ છે અને તે આ ફિલ્મમાં સારા અલી ખાનના ભાઈ અને સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ખાસ વાત એ છે કે આ રોમ-કોમ ફિલ્મના મેકર કરણ જોહર છે.

પિંકવિલાના અહેવાલ મુજબ, એક સૂત્ર પાસેથી માહિતી મળી છે કે ઇબ્રાહિમ અલી ખાન અને ખુશીએ એક ફિલ્મ સાઇન કરી છે અને આ પ્રોજેક્ટનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ સીધી ડિજિટલમાં રિલીઝ થશે. અહેવાલ અનુસાર, સૂત્રએ જણાવ્યું હતું કે, “તેમની ડિજિટલ વિંગ, Dharmatix દ્વારા નિર્મિત ડાયરેક્ટ-ટુ-ડિજિટલ પ્રોજેક્ટ તરીકે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે અને તેનું નિર્દેશન શૌના ગૌતમ કરશે. નિર્માતાઓ સ્ટ્રીમિંગ અધિકારો માટે અગ્રણી OTT પ્લેયર સાથે વાતચીત કરી રહ્યા છે. "જો કે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Tags:    

Similar News