અરવલ્લી : શિક્ષકની બદલી થતાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હીબકે ચઢ્યા, જુઓ ભાવુક દ્રશ્યો…

Update: 2023-07-04 14:23 GMT

ધનસુરાની દોલપુર પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી

મોડાસાની ગાજણ-3 પ્રાથમિક શાળામાં આંતરિક બદલી

શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ પોક મુકીને રડી પડ્યા

સોમવારે અનેક શાળા-મંદિરોમાં ગુરુ-શિષ્યના પર્વ ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ત્યાં સરકારી સ્કૂલમાં શિક્ષકની સાથે સાથે વિદ્યાર્થીઓ પોક મૂકીને રડી રહ્યા હતા. આ પાછળનું કારણ છે, શાળામાં વિદ્યાર્થીઓના પ્રિય એવા શિક્ષકની બદલીનો લેટર... અરવલ્લીના ધનસુરામાં આવેલી દોલપુર પ્રાથમિક શાળામાં શિક્ષક રમેશસિંહ ચૌહાણ છેલ્લા 10 વર્ષથી બાળકોને અભ્યાસ કરાવે છે.

તાજેતરમાં આવેલા શિક્ષકોની બદલીના ઓર્ડરમાં રમેશસિંહ ચૌહાણની જિલ્લામાં આંતરિક બદલી થઈ છે. તેમની ધનસુરાથી મોડાસા તાલુકાની ગાજણ-3 પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી છે. ગુરુપૂર્ણિમાના દિવસે જ બદલીનો ઓર્ડર આવતા વિદ્યાર્થીઓ શિક્ષકને ઘેરી વળ્યા હતા, અને બાથ ભીડીની રડી પડ્યા હતા. બાળકોથી માંડીને વાલીઓ સુધી સૌકોઈ ભાવુક બની ગયા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જુઓ શિક્ષકની બદલી થતાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભાવુક દ્રશ્યો…

Tags:    

Similar News