તેલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામવાળા કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કરી દીધો છે. દિલ્હીમાં તેની રિટેલ પ્રાઈસ 1773 રૂપિયાથી વધીને 1780 રૂપિયા થઈ ગઈ છે. તો વલી ઘરેલૂ એલપીજી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથીં.
અહીં ઉલ્લેખનિય છે કે, સતત ત્રીજી વાર ભાવમાં ઘટાડા બાદ કમર્શિયલ એલપીજીની કિંમતમાં વધારો કર્યો છે. એપ્રિલ, મે અને જૂનમાં તેના ભાવ ઘટાડ્યા હતા. જો કે માર્ચમાં કમર્શિયલ એલપીજીની કિંમતમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો હતો.
ઘરમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. છેલ્લા તેના ભાવ 1 માર્ચ 2023ના રોજ ફેરફાર થયા હતા. ત્યારે 50 રૂપિયા સસ્તો થયો હતો. દિલ્હીમાં ઘરેલૂ એલપીજીની કિંમત 1103 રૂપિયા છે, તો વળી કલકતામાં તે 1129, ચેન્નાઈમાં 1118.50 અને મુંબઈમાં 1112.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મળી રહ્યો છે.