નવી દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ CM ઓમન ચાંડીનું નિધન, કોંગ્રેસ અધ્યક્ષએ દુ:ખ વ્યકત કર્યું

Update: 2023-07-18 09:33 GMT

કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને કેરલના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનું આજે સવારે નિધન થઈ ગયું છે.તેઓ 79 વર્ષના હતા. છેલ્લા કેટલાય મહિનાથી બેંગલુરુમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઓમન ચાંડીના નિધનના સમાચાર તેમના દીકરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપ્યા છે. ઓેમન ચાંડીએ 2004-2006, 2011-2016 દરમ્યાન કેરલના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 

તો વળી ઓમન ચાંડીના નિધન પર કેરલ કોંગ્રેસના અધ્યક્ષ કે. સુધાકરને ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, કેરલના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓમન ચાંડીનું નિધન થઈ ગયું છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, પ્રેમની શક્તિથી દુનિયા પર વિજય મેળવનરા રાજાની કહાનીનો માર્મિક અંત થયો. આજે હું એક મહાન વ્યક્તિના નિધનથી ખૂબ જ દુ:ખી થયો છે. 

તેમણે અગણિત વ્યક્તિના જીવનને પ્રભાવિત કર્યું છે અને તેમની વિરાસત હંમેશા અમારા આત્માના ગુંજતા રહે છે. આપને જણાવી દઈએ કે, ઓમન ચાંડી લાંબા સમયથી બીમાર હતા. વર્ષ 2019માં તેમની તબિયત ખરાબ થઈ હતી. ચાંડીને ગળાથી સંબંધિત બીમાર વધ્યા બાદ તેમને જર્મની લઈ જવામાં આવ્યા હતા.

Tags:    

Similar News