ભારતમાં મળેલ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે દુનિયાને ડરાવી, WHOએ આપી ચેતવણી

Update: 2021-08-05 12:35 GMT

ડબલ્યુએચઓ દ્વારા જારી કોવિડ વૈશ્વિક મહામારી વિજ્ઞાન અપડેટમાં જણાવાયું કે અત્યાર સુધી 132 દેશોમાં બીટા વેરિયન્ટ અને 81 દેશોમાં ગામ સ્વરુપ સામે આવ્યું છે. તેમાં જણાવાયું કે આલ્ફા સ્વરુપ 182 દેશો, વિસ્તારોમાં જોવા મળ્યો છે જ્યારે ભારતમાં પહેલી વાર મળેલા ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં 135 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અપડેટમાં એવું પણ જણાવાયું કે નવા કેસોની વૈશ્વિક સંખ્યા વધતા એક મહિના કરતા પણ વધારે સમય થઈ ગયો છે જેમાં ગત અઠવાડિયે એટલે કે 26 જુલાઈથી એક ઓગસ્ટ સુધી 40 લાખ કેસો સામે આવ્યાં છે.

WHOએ કોરોના વાયરસના નવા વેરિઅન્ટને લઈને ધીમા વેક્સિનેશનને ચેતવણી આપી છે. શુક્રવારે ડેલ્ટા સ્વરૂપને લઈને WHOએ ચેતવણી આપી છે અને કહ્યું કે કોરોનાથી બચવાનો કોઈ જાદુઈ ઉપાય નથી. WHOની જાણકારી અનુસાર ડેલ્ટા વેરિઅન્ટથી 132 દેશોમાં સંક્રમણ વધી રહ્યું છે. ડેલ્ટા એક ચેતવણી છે કે વાયરસ વિકસિત થઈ રહ્યો છે. આ પહેલા ખતરનાક વેરિઅન્ટ સામે આવ્યા છે.

અત્યાર સુધીમાં 4 વેરિઅન્ટ કન્સર્ન સામે આવ્યા છે અને ત્યાં સુધી વાયરસ ફેલાશે જ્યાં સુધી વેરિઅન્ટ સામે આવતા રહેશે. એક ગણતરી અનુસાર સરેરાશના આધારે 4 અઠવાડિયામાં WHOના 6 ક્ષેત્રોમાં પાંચમાં સંક્રમણનો દર 80 ટકા વધ્યો છે. તેને રોકવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હાથની સફાઈનું ધ્યાન રાખવાની સાથે ખરાબ વેન્ટિલેશન અને વ્યસ્ત જગ્યા પર સૌથી વધારે સમય પસાર કરવાનું ટાળવું જરૂરી છે. 

Tags:    

Similar News