કિરણ પટેલ કરતાં પણ મહાઠગની કરાઇ ધરપકડ, SBIને લગાવ્યો 350 કરોડનો ચૂનો

સંજય પ્રકાશ રાવ ઉર્ફે સંજય શેરપુરીયાની લખનઉ થી ધરપકડ કરવામાં આવી છે.

Update: 2023-04-29 07:00 GMT

રાજકીય વગ ધરાવનાર વધુ એક મહા ઠગની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ STFએ સંજય શેરપુરીયાની ધરપકડ કરી છે. સંજય શેરપુરીયા અનેક મોટા કોંભાડમાં સંડોવાયેલો છે. તે રાજકીય નેતાઓ સાથેની તસવીરને હાથો બનાવતો હતો. ભાજપના શીર્ષ નેતાઓ સાથે એડિટ કરેલી તસ્વીરોનો ઉપયોગ કરતો હતો. તે ભાજપના મોટા નેતાઓને સંબંધી હોવાનું કહેતો હતો. નકલી કંપનીના નામે SBIના 350 કરોડ ચાઉ કર્યા છે. તેના પર દિલ્હીમાં આલીશાન બંગલો કબ્જે કરવાનો આરોપ છે. સંજય પ્રકાશ રાવ ઉર્ફે સંજય શેરપુરીયાની લખનઉ થી ધરપકડ કરવામાં આવી છે.

તે એસબીઆઇનો ડિફોલ્ટર હોવાનું ખૂલ્યું છે. તેણે અને તેની પત્ની રંચન સંજય પ્રકાશ રાયે લોકોને 350 કરોડનો ચૂનો લગાવ્યો છે. તેણે અમદાવાદની કંડલા એનર્જિ એન્ડ કેમિકલ્સના નામે લોન લીધી હતી. સંજય અને તેની પત્ની આ કંપનીમાં ડાયરેક્ટર છે. સંજય પ્રકાશનું કેરેક્ટર પણ મહાઠગ કિરણ પટેલ જેવું છે. તે દિલ્હીના મોટા નામોની ઓળખ આપીને અનેક લોકોને બોટલમાં ઉતારી ચૂક્યો છે. તેણે ઈડીની તપાસ બંધ કરાવવાના નામે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. સંજય પણ કિરણ પટેલની જેમ રાજકીય વગની ઓળખાણો આપતો હતો.

તે પણ રાજનેતાઓ સાથે કોન્ટેક્ટ્સ હોવાનુ કહીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. એટલુ જ નહિ, તે પોતાનો રુઆબ બતાવવા પીએમ મોદીથી લઈને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત અનેક નેતાઓ સાથેની પોતાની તસવીરો લોકોને બતાવતો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો. આ દાવો કરીને તેને અનેક લોકોને ફસાવ્યા છે.

Tags:    

Similar News