ફાઈનાન્સ, આઈટી, કેપિટલ ગુડઝ, મેટલ શેરોમાં ફંડોની તેજી, સેન્સેક્સ 267 પોઈન્ટ વધીને 65216….

Update: 2023-08-22 05:00 GMT

મુંબઈ : ચાઈનાની આર્થિક હાલત કફોડી બની રહી હોઈ ડિફલેશન, પ્રોપર્ટી માર્કેટમાં ઉઠમણા અને શેડો બેંકિંગ પ્રવૃતિઓના ગબારાં ચગવા લાગતાં એક તરફ વૈશ્વિક ચિંતા વધી રહી હોવા સામે વિકલ્પ તરીકે ફંડો ભારત તરફ વળવાની અપેક્ષાએ આજે ભારતીય શેર બજારોમાં ઘટાડે ફંડોની ખરીદી નીકળતાં બજારે મજબૂતી બતાવી હતી.

ફંડોની કેપિટલ ગુડઝ-પાવર શેરો સાથે ખાસ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ સહિતના બજાજ ટ્વિન્સ શેરો તેમ જ અન્ય પસંદગીના બેંકિંગ શેરો સાથે મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટી ખરીદી થતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આકર્ષણે બજારમાં કરેકશનને બ્રેક લાગી રિકવરી જોવાઈ હતી. સેન્સેક્સ ૨૬૭.૪૩ પોઈન્ટ વધીને ૬૫૨૧૬.૦૯ અને નિફટી સ્પોટ ૮૩.૪૫ પોઈન્ટ વધીને ૧૯૩૯૩.૬૦ બંધ રહ્યા હતા. શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક લેવાલી થતાં શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૨ લાખ કરોડ વધીને રૂ.૩૦૬.૯૫ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags:    

Similar News