હરણી બોટ દુર્ઘટનાઃ આટલા દિવસ વીત્યા બાદ કોર્ટમાં રજૂ કરાઈ ચાર્જશીટ

Update: 2024-03-16 03:19 GMT

વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. 58 દિવસે 2819 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં નિષ્ણાંતો સહિત 433 સાક્ષીઓના નિવેદન લેવાયા છે. વડોદરાની આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા હતા. કેસની તપાસ દરમિયાન 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

ત્યાર બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં કુલ 433 સાક્ષીઓના નિવેદનો લેવાયા છે.વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં એક આરોપી ધર્મિન ભટાણી પણ છે જેની બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી. 

Tags:    

Similar News