કોરોના સમયે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય તો આ સમાચાર તમારા કામના, સાઈડ ઇફેક્ટને લઈ મોટી વાત બહાર આવી

Update: 2024-04-30 04:38 GMT

કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો. આ મહામારીને કારણે અનેક લોકોના મોત થયા હતા. અને હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઇ હતી. કોરોના સમયગાળા દરમિયાન કોવિશિલ્ડ રસી દીધી છે તે લોકો માટે ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. આ રસી બનાવનારી કંપની એસ્ટ્રાઝેનેકાએ રસીની આડઅસર થતી હોવાનો સ્વીકાર કર્યો છે.Covid વેક્સીનને કારણે આડઅસરના તમામ દાવાઓ વચ્ચે રસી બનાવતી કંપની AstraZenecaએ મોટો ખુલાસો કર્યો છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં કંપનીએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીની આડઅસર થઈ શકે છે. પરંતુ આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જેમી સ્કોટ સહિતના અન્ય દર્દીઓના કેસોમાં થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસ નામની દુર્લભ આડ અસર જોવા મળે છે. આ સિન્ડ્રોમને કારણે બ્લડ ક્લોટ અને પ્લેટલેટ કાઉન્ટ ઘટવાની સમસ્યા થાય છે. એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા યુકેની હાઇકોર્ટમાં રજૂ કરાયેલા કાયદાકીય દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે આ રસીથી TTS જેવી આડઅસર થઈ શકે છે, પરંતુ આની શક્યતા ઘણી ઓછી છે

Tags:    

Similar News