છેલ્લી કેબિનેટ બેઠકમાં મોદીએ આપ્યો જીતનો મંત્ર:PMએ કહ્યું - લોકોની વચ્ચે જાઓ, વિવાદોથી દૂર રહો

Update: 2024-03-04 05:19 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રવિવારે 3 માર્ચે કેબિનેટની બેઠક યોજાઈ હતી. મોદી કેબિનેટની આ છેલ્લી બેઠક હતી. જેમાં પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા એક જ સીધો સંદેશ આપ્યો હતો - જાઓ, જીતીને આવો. આપણે ટુંક સમયમાં જ પાછા મળીશું. આ બેઠકને વિચારમંથનનું સેશન ગણાવવામાં આવી રહ્યું છે.બેઠકમાં આગામી 5 વર્ષની યોજનાઓ, વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ભારત 2047 અને મોદીના ત્રીજા કાર્યકાળ પહેલાના 100 દિવસના પ્લાનિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને મંત્રીઓને લોકોને (ખાસ કરીને ચૂંટણી દરમિયાન) મળતી વખતે સાવચેત રહેવા જણાવ્યું હતું. લગભગ એક કલાકના ભાષણમાં મોદીએ મંત્રીઓને વિવાદોથી દૂર રહેવા અને ડીપફેકથી સાવધાન રહેવા જણાવ્યું હતું.મોદીએ મંત્રીઓને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વચ્ચે જવા અને વિકાસ અને લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ સમજાવવા પણ કહ્યું હતું.પીએમ મોદી સરકારની નીતિઓ પર ચર્ચા કરવા માટે સમયાંતરે મંત્રી પરિષદની બેઠકો યોજી રહ્યા છે, પરંતુ એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે (3 માર્ચ) યોજાયેલી બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. . ચૂંટણી પંચ આગામી 15 દિવસમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.

Tags:    

Similar News