કોરોના રસીકરણ મુદ્દે ભારતને મળી મોટી સિદ્ધી, 220 કરોડ ડોઝને પાર રસીકરણનો આંકડો..

કોરોના રસીકરણ મુદ્દે ભારતે મોટી સિદ્ધી મેળવી છે. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 220 કરોડ ડોઝને પાર

Update: 2022-12-19 15:04 GMT

કોરોના રસીકરણ મુદ્દે ભારતે મોટી સિદ્ધી મેળવી છે. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 220 કરોડ ડોઝને પાર થઈ ગયો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે.

માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું, રસીકરણ અભિયાન, દેશની ક્ષમતા અને સામર્થ્યનું પ્રમાણ ! દેશે આજે 220 કરોડ વેક્સિન ડોઝ લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સુરક્ષિત અને સ્વસ્થ ભારત બનાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.

દેશમાં હાલ માત્ર 3559 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,41,41,854 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે 530674 લોકોના કોરોનાથી મોત થયા છે.

Tags:    

Similar News