ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 62 પોઈન્ટ અપ

આજે ભારતીય શેરબજારમાં સામાન્ય તેજીની ચાલ સાથે શરૂઆત

Update: 2023-01-18 03:54 GMT

આજે ભારતીય શેરબજારમાં સામાન્ય તેજીની ચાલ સાથે શરૂઆતથઈ છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60655.72ની સામે 62.82 પોઈન્ટ વધીને 60718.54 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18053.3ની સામે 21 પોઈન્ટ વધીને 18074.3 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42235.05ની સામે 36.75 પોઈન્ટ વધીને 42271.8 પર ખુલ્યો હતો.

યુએસ બજારો

મંગળવારે ડાઉ 1 ટકા કરતાં વધુ ઘટ્યો કારણ કે ગોલ્ડમેન સૅશની નબળી કમાણીએ ઇન્ડેક્સને નીચો ખેંચી લીધો હતો, પરંતુ ટેસ્લાના શેરમાં ઉછાળો નાસ્ડેકને પોઝીટીવ રહેવામાં મદદ કરી હતી. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 391.76 પોઈન્ટ્સ અથવા 1.14 ટકા ઘટીને 33,910.85 પર અને S&P 500 8.12 પોઈન્ટ્સ અથવા 0.20 ટકા ઘટીને 3,990.97 પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 15.96 પોઈન્ટ અથવા 0.14 ટકા વધીને 11,095.11 પર છે.



Tags:    

Similar News