વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશપિમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ફાઈનલમાં મેક્સિકનની ટીમને 235-229 થી હરાવ્યું

Update: 2023-08-04 16:41 GMT

વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023 માં ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચીને ગોલ્ડ મેડલ પર પોતાનો કબ્જો જમાવ્યો છે. જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીની ભારતીય મહિલા ટીમે શુક્રવારે બર્લિનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ કોઈ પણ વર્ગમાં તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો પહેલો સુવર્ણ ચંદ્રક છે.

ભારતીય ટીમને સુવર્ણ ચંદ્રક માટે ફાઈનલમાં મેક્સિકનની ટીમનાં ડૈફને ક્રિટેરો, એના સોફા હર્નાડેજ જીયોન અને ઈંડ્રિયા બેસેરાને 235-229 થી હરાવ્યા હતા. ત્યારે ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાન પર રહેલ ભારતીય જોડીએ સેમિફાઈનલમાં ચેમ્પિયન ટીમ કોલંબિયાને 220-216 થી હરાવીને ટાઇટલ મેચમાં જગ્યા બનાવી હતી.

Tags:    

Similar News