લખનઉ: મકાનમાં બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત,9 ઘાયલ

Update: 2024-03-06 04:28 GMT

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના કાકોરીમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ઘરમાં રાખેલા બે સિલિન્ડર ફાટતા કુલ 9 લોકો ઘાયલ થયા છે. તેમને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પાંચ લોકોના મોત થયા હતા. બાકીના ઘાયલોની સારવાર ચાલી રહી છે. પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ પાંચેય મૃતકો એક જ પરિવારના છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે એક રૂમની દિવાલ ઉડી ગઈ હતી. આ અંગની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઘાયલોને સારવાર અર્થે દાખલ કર્યા હતા.

Tags:    

Similar News