ત્રીજા કાર્યકાળના 100 દિવસમાં વધુ મોટા નિર્ણય લેવાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન

નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં વધુ મોટા નિર્ણયો લેવા જઈ રહ્યા છે.

Update: 2024-04-06 15:53 GMT

નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં વધુ મોટા નિર્ણયો લેવા જઈ રહ્યા છે.હું સંપૂર્ણ રીતે તૈયાર છું. દસ વર્ષમાં જે કામ થયું એ ટ્રેલર છે હજુ ઘણું બાકી છે. મોદીએ શનિવારે અજમેરના પુષ્કરમાં મેળાના મેદાનમાં ચૂંટણી રેલીને સંબોધી હતી.તમણે કહ્યું- ભાજપ સરકાર દેશના 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ આપે છે. દસ વર્ષમાં 30 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ગરીબોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. કોંગ્રેસની સરકાર વખતે અધવચ્ચે પૈસા લૂંટાયા હતા.કોંગ્રેસના પીએમએ કહ્યું હતું કે જો આપણે દિલ્હીથી 1 રૂપિયો મોકલીએ છે તો 15 પૈસા પહોંચે છે. જો તેની પાસે 30 લાખ કરોડ રૂપિયા હોત તો શું થાત? જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે કોંગ્રેસે 10 કરોડથી વધુ નકલી લાભાર્થીઓ બનાવ્યા છે જેઓ ક્યારેય જન્મ્યા નથી. તેમના નામે યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. તમારા હકના પૈસા સીધા કોંગ્રેસના વચેટિયાઓને જતા હતા.મોદીએ કહ્યું- ગઈકાલે (5 એપ્રિલ) કોંગ્રેસે જૂઠાણાંનું પોટલું બહાર પાડ્યું છે. કોંગ્રેસને બેનકાબ કરવાનો આ મેનિફેસ્ટો છે. તમે જુઓ છો કે દરેક પાના પર ભારતના ટુકડા કરવાની ગંધ છે. કોંગ્રેસ મેનિફેસ્ટો એ જ વિચારસરણીને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગમાં પ્રચલિત હતી.

Tags:    

Similar News