ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો વધારો

Update: 2023-10-01 03:10 GMT

ઓક્ટોબર મહિનાની શરૂઆત થતાની સાથે જ ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર રવિવાર એટલે કે 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવ્યા છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરનો ભાવ 1731.50 રૂપિયામાં થયો છે.

અન્ય મેટ્રોની વાત કરીએ તો કોલકાતામાં LPG સિલિન્ડરની કિંમતમાં 203.50 રૂપિયાનો વધારો થયો છે અને અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1,636.00 રૂપિયાને બદલે 1,839.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 204 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે અને તેની કિંમત 1,482 રૂપિયાથી વધીને 1,684 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 203 રૂપિયાનો વધારો થયો છે અને અહીં કિંમત 1,695 રૂપિયાથી વધીને 1898 રૂપિયા થઈ ગઈ છે.

Tags:    

Similar News