ગીર સોમનાથનાં કોડીનાર ખાતે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

Update: 2024-05-10 15:42 GMT

ગીર સોમનાથનાં કોડીનાર ખાતે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, અન્નકોટ દર્શન,મહાપૂજા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી, ભૂદેવો સાથે અન્ય સમાજે પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો,જય પરશુરામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું.

વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ગીર સોમનાથનાં કોડીનાર ખાતે રંગે ચંગે ઉજવાયો હતો.કોડીનાર બ્રહ્મપુરી પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન યોજાયા હતા.અન્નકૂટ દર્શન થયા.

આજે સવારે 10.30 કલાકે ભગવાન પરશુરામજીની ભવ્ય ષોડસોપચાર પૂજા કરવામાં આવી હતી. તેમજ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સાંજે 4.30 કલાકે સુપ્રસિધ્ધ બાણેજ અને જમદગ્નિ આશ્રમના મહંત શ્રીહરિદાસબાપુ ના આશીર્વચન લઈ તેમની હાજરીમાં બ્રહ્મપુરી ખાતેથી ભગવાન પરશુરામજી ની ભવ્ય શોભાયાત્રા જય પરશુરામના નાદ સાથે ભજન-કીર્તન સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મપુરી ખાતેથી શોભાયાત્રા નીકળી.જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં ભૂદેવો સાથે સર્વે સમાજના અગ્રણીઓ જોડાયા હતા શોભાયાત્રા નગરમાં ફરીને બ્રહ્મપુરી ખાતે પરત ફરી હતી.જ્યા બ્રહ્મભોજન સમયે બ્રહ્મ એકતાનાં દર્શન થયા હતા.

Tags:    

Similar News