હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર,ઉધમસિંહ નગર જિલ્લામાં પોલીસ એલર્ટ, હિંસામાં 4 ઉપદ્રવીઓના મોત, 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

Update: 2024-02-09 03:45 GMT

ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરાના મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા ગયેલા વહીવટીતંત્ર અને પોલીસ તેમજ મીડિયા પર્સન પર ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 બદમાશોના મોત થયા છે. જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ પર છે.

હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દેહરાદૂન SSPએ પણ સમગ્ર શહેરમાં હિલચાલ વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઉધમસિંહનગર SPએ પણ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. પોલીસ દરેક ખૂણે-ખૂણે નજર રાખી રહી છે અને સામાન્ય લોકોને પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.

હલ્દવાની ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તમામ અધિકારીઓ માર્ગો પરની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. CM પુષ્કર ધામી પણ આ સમગ્ર મામલે અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે. વનફુલપુરામાં પ્રવર્તી રહેલા તંગ વાતાવરણને જોતા હવે દહેરાદૂનમાં પણ વહીવટીતંત્ર એલર્ટ પર આવી ગયું છે. દેહરાદૂન DM સોનિકા સિંહ અને SSP અજય સિંહની સંયુક્ત ટીમ સતત સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે.

Tags:    

Similar News