ગરીબ-મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં વિનામુલ્યે મળે છે એડમિશન, જાણો શું છે સરકારની RTE યોજના...

Update: 2023-02-27 15:37 GMT

આણંદની આનંદાલય શાળામાં પ્રવેશ મેળવવું કપરું

RTE અંતર્ગત શ્રેષ્ઠ ગણાતી શાળામાં મળ્યું એડમિશન

સારી સ્કુલમાં બાળકને ભણાવવાનું સપનું થયું સાકાર

Full View

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે, તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે. પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. આ મુંઝવણનો ઉપાય છે RTE. એટલે કે, રાઇટ ટુ એજ્યુકેશન. આણંદની આનંદાલય શાળામાં પ્રવેશ મેળવવાનું કામ કપરું છે, પણ માર્કંડ પારેખના દિકરા અમરિષ પારેખને RTEની મદદથી આણંદની આ ઉત્તમ શાળામાં પ્રવેશ મળ્યો.

માર્કંડ પારેખ RTE વિશે અજાણ હતા, પણ મામાના દિકરાએ માહિતી આપતા તેમણે ઓનલાઈન અરજી કરી, અને દિકરાને આણંદની શ્રેષ્ઠ ગણાતી શાળામાં એડમિશન મળ્યું. આમ, RTE ના કારણે "સૌને શિક્ષણની સમાન તક"નો વિચાર મૂર્તિમંત થઈ રહ્યો છે. માર્કંડ પારેખ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, અને મહિને અંદાજે રૂ. 10 હજારની આવક મેળવે છે, ત્યારે તેમને સ્વપ્નેય ન હોતું વિચાર્યું કે, તેમનું સંતાન આણંદની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી શકશે. જેથી રાજયનું પ્રત્યેક બાળક ભણે, સારૂં શિક્ષણ મેળવે તેવી સરકારની નેમ છે, ત્યારે માર્કંડ પારેખને સરકારની આ યોજના વરદાનરૂપ લાગે છે.

Tags:    

Similar News