76મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાંચો શું કહ્યું..?

સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ

Update: 2023-08-14 16:24 GMT

76મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું- તમામ દેશવાસીઓ ઉત્સાહ સાથે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. આ દિવસ આપણા બધા માટે ગર્વ અને પવિત્ર છે. ચારેબાજુ ઉત્સવનું વાતાવરણ જોઈને હું ખૂબ જ ખુશ છું. જ્ઞાતિ, સંપ્રદાય, ભાષા અને પ્રદેશ ઉપરાંત આપણી એક ઓળખ આપણા પરિવાર અને કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી છે, પરંતુ આપણી એક ઓળખ છે, જે બધાથી પર છે અને એ ઓળખ છે ભારતના નાગરિક તરીકેની.

સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ. એ વિશ્વની સૌથી મોટી લોકશાહીના નાગરિકોનો સમુદાય છે. સંસ્થાનવાદી શાસને એને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. 15 ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી હતી. આપણી સ્વાતંત્ર્ય ચળવળ અદભુત હતી. મહાન સંસ્કૃતિનાં મૂલ્યોને લોકો સુધી પહોંચાડ્યા. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ, સત્ય-અહિંસાનાં મૂલ્યો આખી દુનિયામાં અપનાવવામાં આવ્યાં છે.

ગાંધીજી અને અન્ય મહાન નાયકોએ ભારતના આત્માને પુન: જાગ્રત કરીને આપણી મહાન સંસ્કૃતિના મૂલ્યોને લોકો સુધી પહોંચાડ્યા. રાષ્ટ્રપતિએ કહ્યું- અમે દેશમાં બનેલી વેક્સિન સાથે માનવ ઇતિહાસનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું. ગયા મહિને અમે 200 કરોડ વેક્સિન કવરેજનો આંકડો પાર કર્યો છે. રોગચાળા સામે લડવામાં આપણી સિદ્ધિઓ વિશ્વના વિકસિત દેશો કરતાં વધુ સારી રહી છે.

76મા સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલ સંદેશ:-

Full View

 

Tags:    

Similar News