રશિયન દૂતાવાસે ભારતને પ્રજાસત્તાક દિવસ પર અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, જુઓ VIDEO

આજે દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી.

Update: 2024-01-26 05:09 GMT

આજે દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી. આ અવસર પર દેશ અને દુનિયાભરમાંથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર રશિયન દૂતાવાસે ભારતને અલગ રીતે અભિનંદન પાઠવ્યા છે. રશિયન દૂતાવાસ દ્વારા એક ખૂબ જ સુંદર વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ભારતને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ આપવામાં આવી રહી છે.

એમ્બેસીએ શેર કરેલા એક મિનિટ 29 સેકન્ડના વીડિયોમાં એમ્બેસીના કર્મચારીઓ બોલિવૂડ ફિલ્મ 'ગદર'ના ગીત 'મેં નિકલા ગદ્દી લેકે...' પર ડાન્સ કરતા અને સ્ટંટ કરતા જોવા મળે છે. વીડિયોના અંતમાં, રશિયન રાજદૂત ડેનિસ અલીપોવ તમામ સ્ટાફ સાથે 'હેપ્પી રિપબ્લિક ડે' કાર્ડ ધરાવતો જોવા મળે છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે પણ 75માં ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું, "આપણા ભારતીય મિત્રોને સમૃદ્ધ અને તેજસ્વી અમૃત કાલ માટે શુભકામનાઓ. ભારત જિંદાબાદ રહે અને રશિયન-ભારતીય મિત્રતા દીર્ઘજીવંત રહે."

Tags:    

Similar News