શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 280 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 18100 નીચે

Update: 2022-12-29 03:50 GMT

ભારતીય શેરબજાર આ સપ્તાહે સતત બીજા કારોબારી સત્રમાં દબાણ હેઠળ છે. ગયા અઠવાડિયે સતત ચાર સત્રોથી સેન્સેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો અને આ સમયગાળા દરમિયાન 2 હજારથી વધુ પોઈન્ટ ગુમાવ્યા હતા. આ અઠવાડિયે સારી શરૂઆત કરી અને બે સત્રમાં 1000થી વધુ પોઈન્ટનો વધારો કર્યો, પરંતુ છેલ્લા સત્રથી ફરી ઘટાડો દેખાઈ રહ્યો છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60,910.28ની સામે 281.99 પોઈન્ટ ઘટીને 60628.29 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18,122.5ની સામે 76.80 પોઈન્ટ ઘટીને 18045.7 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42,827.7ની સામે 142.80 પોઈન્ટ ઘટીને 42684.9 પર ખુલ્યો હતો. અગાઉના સત્રમાં સેન્સેક્સ 17 પોઈન્ટ ઘટીને 60,910 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 10 પોઈન્ટ ઘટીને 18,122 પર હતો.

Tags:    

Similar News