હવામાન વિભાગે કરી આગાહી, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે

Update: 2023-11-21 15:24 GMT

હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત જ્યાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં 24 થી 28 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વરસશે. 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદ પડશે. 24 નવેમ્બરે સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.

25 નવેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, દાહોદ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડશે. 26 નવેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરત અને વલસાડમાં ભારે વરસાદ વરસશે. 27 નવેમ્બરે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.

હવામાન વિભાગના મતે 25 નવેમ્બરથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું. નલિયામાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભૂજમાં 19 અને અમદાવાદમાં 22 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

Tags:    

Similar News