કેરળના મલપ્પુરમમાં દુર્ઘટના,ટૂરિસ્ટ બોટ પલટી જતા 21 લોકોના મોત, PM મોદીએ જાહેર કરી સહાય

સ્થાનિકોનાજણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતાં. જેના કારણે આવી ઘટના બની છે.

Update: 2023-05-08 06:34 GMT

કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક ટૂરિસ્ટ બોટ પલટીજતાં 21 લોકોનાં મોત થયાં હતાં. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યાઅનુસાર બોટમાં 30થી વધુ લોકો સવાર હતા. કેરળના ખેલમંત્રી વીઅબ્દુર્રહમાને વિવિધ હોસ્પિટલોમાંથી મળેલી માહિતીના આધારે 20 લોકોના મોતનીપુષ્ટિ કરી છે.તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગનાં બાળકો અને મહિલાઓ છે.

4 લોકોને ગંભીરહાલતમાં કોટ્ટક્કલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાના કયા કારણોસર બનીતે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો કે, સ્થાનિકોનાજણાવ્યા મુજબ, બોટ ખીચોખીચ ભરેલી હતી અને તેમાં પૂરતા લાઇફ-જેકેટ્સ નહોતાં. જેના કારણે આવી ઘટના બની છે.

આ દુર્ઘટના રવિવારે સાંજે લગભગ 7 વાગે મલપ્પુરમ જિલ્લાના તનુરવિસ્તારમાં તુવાલાથીરામ બીચ નજીક બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીનેદુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ટ્વીટ કર્યું - કેરળના મલપ્પુરમમાં બોટદુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. મૃતકોનાં પરિવારજનો પ્રત્યે મારીસંવેદના. દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયાઆપવામાં આવશે.

Tags:    

Similar News