એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરાવવું બન્યું સરળ, વાંચો સરકારની નવી પોલીસી

Update: 2021-09-15 07:49 GMT

સરકારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્હીકલ્સના ટ્રાન્સફરને વધુ સરળ બનાવી દીધું છે. ભારત સરકારે આ માટે 'ભારત સિરીઝ' વાહનો માટે એક નવો રજીસ્ટ્રેશન માર્ક લાગૂ કર્યો છે. નવા રજીસ્ટ્રેશન માર્કવાળા વાહનના માલિકને પોતાના વાહનને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાના વાહનને શિફ્ટ કરતી સમયે નવા રજીસ્ટ્રેશન માર્કની જરૂરિયાત રહેશે નહીં. હાલ જે સિસ્ટમ લાગૂ છે, તેમાં બીજા રાજ્યોમાં વાહન લઇ જવા પર 12 મહીના બાદ વાહનનું ફરી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

અત્યારસુધી અલગ-અલગ રાજ્યોમાં વાહનોનો રોડ ટેક્સ અલગ હોય છે. ખાનગી વાહન માલિકને 15 વર્ષનો રોડ ટેક્સ ભરવો પડે છે. પરંતુ તેમ છતાં અન્ય રાજ્યમાં વાહન ચલાવવા પર ત્યાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવતી સમયે પણ રોડ ટેક્સ ભરવો પડે છે. એવા લોકો કે જેઓ સ્થાનાંતરિત નોકરીઓ કરી છે, જેમ કે સંરક્ષણ, રેલવે, અન્ય સરકારી કર્મચારીઓ અથવા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ કે જેમની કંપની અન્ય રાજ્યોમાં આવેલી છે. તેઓને ઘણી વખત તેમના વાહનો અંગે લાંબા પેપર વર્ક કરવા પડે છે. તેથી આ જૂની સિસ્ટમને નવા નિયમો સાથે પરીવર્તિત કરાશે. નંબર પ્લેટની શરૂઆત BHથી થશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન વર્ષના છેલ્લા બે આંકડાઓ હશે અને આગળ નંબર હશે. નંબર પ્લેટ કાળા અને સફેદ રંગની હશે. સફેદ બેકગ્રાઉન્ડ પર કાળા રંગથી નંબર લખવામાં આવ્યા હશે.

Tags:    

Similar News