દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત

Update: 2023-12-27 03:38 GMT

દિગ્ગજ કુસ્તીબાજોનો ભારતના રેસલિંગ ફેડરેશન (WFI) ના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ યથાવત છે. આ દરમિયાન વિનેશ ફોગાટે પોતાના એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.

ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું કે હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા માટે તાકાતવર લોકોનો ખૂબ ખૂબ આભાર. તેણે આ પત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે.

વિનેશ ફોગાટના નિર્ણયો પર સાથી રેસલર બજરંગ પૂનિયાએ કહ્યું કે હું નિશબ્દ છું. કોઈ ખેલાડીને આ દિવસ જોવો ના પડે. નોંધનીય છે કે બજરંગ પૂનિયાએ પણ પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. આ પહેલા સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી.

Tags:    

Similar News