બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે ભવ્ય વિજય, રવિચંદ્રન અશ્વિન બન્યા મેન ઓફ ધ મેચ

Update: 2021-02-16 08:37 GMT

ભારતે 1-1થી સિરીઝમાં બરાબરી કરી

ચેન્નાઈનાં ચેપોક સ્ટેડિયમમાં યોજાયેલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઐતિહાસિક જીત હાંસલ કરી લીધી છે. ભારતની બીજી ટેસ્ટ મેચમાં શરુઆતથી સ્થિતિ મજબત રહી હતી. પહેલી ઈનિંગમાં 329નો સ્કોર કર્યાં બાદ ઈંગ્લેન્ડ તેનાં જવાબમાં ફક્ત 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ભારતે બીજી ઈનિંગમાં 286 રન ખડકીને કુલ 482 રનની જંગી લીડ મેળવી લીધી હતી. જેનાં જવાબમાં ઈંગ્લેન્ડનો ટીમ ચોથા દિવસની શરુઆતમાં પણ નબળો દેખાવ જારી રહ્યો હતો અને 164 રનમાં આખી ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત બાદ ભારતે ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ સામે 1-1થી બરાબરી કરી લીધી છે.

પણ ભારતની આ જીતમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ એક એવા સ્પેશિયલ ખેલાડીને મળ્યો છે જેણે ભારતની જીત માટે કંઈક ખાસ યોગદાન આપ્યું છે. જેણે ઈંગ્લેન્ડનાં બેટ્સમેન અને બોલર બંનેને ધોળા દિવસે તારા દેખાડ્યા છે. રવિચંદ્રન અશ્વિન કે જેણે પહેલી ઈનિંગમાં બોલિંગથી ઈંગ્લેન્ડની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી જ્યારે બીજી ઈનિંગમાં બેટીંગનાં જોર પર પોતાનું જોમ રજૂ કર્યું હતું. અશ્વિને પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની પાંચ વિકેટ ખેરવી હતી જ્યારે બીજી ઈનિંગમાં બેટીંગમાં સદી ફટકારી હતી અને બોલિંગમાં 3 વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાની જીત પાક્કી કરી આપી હતી.

Tags:    

Similar News