IPL 11: MI અને RCB વચ્ચે જામશે ટક્કર, કોણ કોને કરશે પરાસ્ત?

Update: 2018-04-17 13:14 GMT

IPL 2018ની સિઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે મુંબઈમાં મેચ રમાશે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી મેચમાં કોણ કોને પછાડશે? બન્ને ટીમો વચ્ચેના ગણિત ઉપર એક નજર કરીએ તો અત્યાર સુધી રમાયેલી 3 મેચ પૈકી મુંબઈ ઈન્ડિયન્સ એકપણ જીત પોતાના નામે કરી શક્યું નથી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 3માંથી એક મેચ જીતી ચૂકી છે.

ગત આઈપીએલ સિઝનમાં ચેમ્પિઅન રહેલી મુંબઈ ઈન્ડિઅન્સનું પર્ફોર્મન્સ ચાલુ સાલે નબળું રહ્યું છે. ત્યારે કરો યા મરોની નીતિ સાથે આજે મુંબઈ ઈન્ડિઅન્સની ટીમ મેદાને ઉતરશે. નબળા પર્ફોર્મન્સ છતાં આજની મેચમાં મુંબઈ ઈન્ડિઅન્સનું પલ્લું જીત માટે ભારે કહી શકાય.

Similar News