IPL 2020: 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે IPL, જાણો કોરોનામાં કેવી રીતે રમાશે IPL

Update: 2020-07-24 03:54 GMT

IPL 19 સપ્ટેમ્બરથી યૂએઈઈમાં શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ આઠ નવેમ્બરે રમાઈ શકે છે. બીસીસીઆઈના ટોચના સૂત્રોએ ગુરુવારે ન્યૂઝ એજન્સીને આ જાણકારી આપી છે.IPL સંચાલન પરિષદની આગામી સપ્તાહે બેઠક મળશે જેમાં તેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામાં આવશે. કહેવાય છે કે, બીસીસીઆઈએ પોતાની યોજના વિશે ફ્રેન્ચાઈઝીને જાણકારી આપી દીધી છે.

બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ કહ્યું કે, ‘પૂરી શક્યતા છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ જશે અને ફાઈનલ આઠ નવેમ્બરના રોજ રમાશે. આ રીતે આ 51 દિવસ સુધી ચાલશે અને આ ફ્રેન્ચાઈઝી અને પ્રાસરકો ઉપરાંત અન્ય હિતધાકરો માટે અનુકૂળ હશે.’

આઈસીસીએ ઓક્ટોબર નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડકપ રદ્દ કરવાનો નિર્ણય કર્યા બાદ આઈપીએલનું આયોજન શક્ય થઈ શક્યું છે. પહેલા એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે, આ ટૂર્નામેન્ટ 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ એક અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવી શકે છે.

અધિકારીએ કહ્યું કે, ‘ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાની સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી કોરેન્ટાઈનમાં રહેવું પડશે. તેમાં વિલંબથી મુશ્કેલી થઈ શકે છે.’તેમણે કહ્યું કે, ‘આ 51 દિવસના કાર્યક્રમની સારી વાત એ હશે કે તેમાં એક દિવસમાં બે મેચનું આયોજન ઓછું થશે. સાત સપ્તાહ સુધી ટૂર્નામેન્ટ ચાલવાથી અમેપાંચ દિવસ બે મેચના આયોજનના મૂળ કાર્યક્રમ પર ટકી રહીશું.’

દરેક ટીમને પ્રેક્ટિસ માટે એક મહિના સુધીના સમયની જરૂર પડશે અને એવામાં ફ્રેન્ચાઈઝી 20 ઓગસ્ટ સુધીમાં આયોજન સ્થળ પર પહોંચી જશે. તેનાથી તેમને તૈયારી કરવા માટે ચાર સપ્તાહનો સમય મળી જશે.

Tags:    

Similar News