ઈરાક: અમેરિકાએ કર્યો બગદાદ પર “હવાઈ હુમલો”, ઈરાનના મેજર જનરલ સુલેમાની સહિત 8ના મોત

Update: 2020-01-03 04:10 GMT

અમેરિકાએ બગદાદ

એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો. ઇરાકી લશ્કરે આ દાવો કર્યો હતો. ઇરાકી લશ્કરે

જણાવ્યું હતું કે આ હવાઈ હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા, જેમાં ઇલાઇટ કુડ્સ ફોર્સના વડા, ઈરાની મેજર

જનરલ કાસિમ સુલેમાની, ઇરાકી લશ્કરી કમાન્ડર અબુ મહદી

અલ-મુહાંડિસનો સમાવેશ થાય છે.

અમેરિકાએ બગદાદ

એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો. આ દાવો ઇરાકી લશ્કરે કર્યો છે. ઇરાકી લશ્કરે

જણાવ્યું હતું કે આ એર સ્ટ્રાઈકમાં ઇલાઇટ કુડ્સ ફોર્સના વડા ઈરાની મેજર જનરલ કાસિમ

સુલેમાની, ઇરાકી લશ્કરી કમાન્ડર અબુ મહદી અલ-મુહાંડિસ સહિત 8

લોકોના મૃત્યુ થયા છે. ઈરાન સમર્થિત લશ્કરી પક્ષના પ્રવક્તા અહેમદ અલ-અસદીએ કહ્યું

કે, "મુજાહિદ્દીન અબુ મહદી અલ-મુહાંડિસ અને કાસેમ

સોલેમાનીની હત્યા માટે અમેરિકન અને ઇઝરાયેલી દુશ્મનો જવાબદાર છે."

ઇરાકની રાજધાની

બગદાદમાં અમેરિકી દૂતાવાસે 1, જાન્યુઆરીના રોજ તેના તમામ

જાહેર કોન્સ્યુલર ઓપરેશનને આગળના આદેશો સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. આ

નિર્ણય દૂતાવાસ પર ઈરાન સમર્થક પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ

લેવામાં આવ્યો છે.

દૂતાવાસ દ્વારા જારી

બુધવારે એક નિવેદનમાં કહ્યું છે કે, અમેરિકી પરિસર પર

થયેલા આતંકવાદી હુમલાને કારણે આગળના ઓર્ડર સુધી તમામ જાહેર કોન્સ્યુલર કામગીરી

સ્થગિત કરી દેવામાં આવે છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆએ નિવેદનના હવાલાથી કહ્યું કે,

"ભવિષ્યની તમામ ભરતીઓ રદ કરવામાં આવી છે. યુએસ નાગરિકોને સલાહ

આપવામાં આવે છે જે દૂતાવાસને સંપર્ક ન કરે."

વધુમાં કહ્યું હતું

કે, "ઇરાકના અર્ધ-સ્વાયત્ત ક્ષેત્ર કુર્દીસ્તાનની રાજધાની

એર્બિલમાં અમેરિકાનું મહાવાણિજ્ય વિઝા અને અમેરિકી નાગરિક સેવાઓની નિમણૂકો માટે

ખુલ્લું છે."

Tags:    

Similar News