જામનગર: ચૂંટણી કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી યોજાય મતદાન પ્રક્રિયા

Update: 2021-02-17 10:43 GMT

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલ એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના 1 થી 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી કામગીરીમાં ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મતદાનના અધિકારનો લાભ લેવામાં આવ્યો હતો. આ ચૂંટણી પ્રક્રિયામાં 300 જેટલા મતદાતાઓએ મતદાન કર્યું હતું.

Tags:    

Similar News