અંકલેશ્વર: કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ કાર્યવાહી બંધ કરતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હલ્લો

Update: 2019-05-31 13:27 GMT

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ કાર્યવાહી બંધ કરતા વિદ્યાર્થીઓએ હલ્લો મચાવ્યો હતો.

હાલ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિમાણ જાહેર થયું છે વિદ્યાર્થીઓ વિવિધ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એડમીશન માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા નોટીસ બોર્ડ પર પ્રથમ વર્ષમાં બી.એ અને બી.કોમની પ્રવેશ કાર્યવાહી બંધ કરવાની નોટીસ લગાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="96860,96861,96862,96863,96864,96865,96866,96867"]

આજરોજ ૯૦ થી વધુ વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે હલ્લો મચાવી વિરોધ નોંધાવ્યો હતો તો નોટીસ બોર્ડ પરની નોટીસમાં આગામી વર્ષ ૨૦૧૯-૨૦થી પ્રથમ વર્ષમાં બી.એ અને બી.કોમમાં પ્રવેશ કાર્યવાહી બંધ કરવા ઉપરાંત ઓનલાઈન પ્રવેશ અંગેની યુનીવર્સીટીની વેબસાઈટ પર કોલેજની પસંદગી કરવાની યાદીમાંથી કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું નામ રદ્દ કરી દેવામાં આવ્યું હોવાનું બતાવતા વિદ્યાર્થીઓ બેબસ બન્યા છે. ત્યારે કોલેજ અને યુનીવર્સીટી યોગ્ય પગલા ભરી વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી માંગ કરી રહ્યા છે.

 

Similar News