લગ્નની પહેલી વર્ષગાંઠ પહેલા જ હાસ્ય કલાકાર કપિલ શર્માના ઘરે ખુશીનો માહોલ છે. કપિલે ટ્વીટ કર્યું હતું કે તે પિતા બની ગયો છે અને તેના ઘરે એક પુત્રીનો જન્મ થયો છે. આ સમાચાર પછી કપિલને ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ દ્વારા અભિનંદનની વર્ષા શરૂ થઈ હતી.
બોલીવુડની લગભગ દરેક હસ્તીઓ કપિલને જાણે છે. તો પછી આટલી મોટી ખુશીના પ્રસંગે કોઈ અભિનંદન આપતા કેવી રીતે પાછળ રહી શકે. ગાયક ગુરુ રંધાવા, અભિનેત્રી રકુલ પ્રીત સિંઘ, કિકુ શારદા, દિયા મિર્ઝા, નુસરત ભરૂચા, રાહુલ દેવ, સાયના નેહવાલ સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018 ના રોજ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. આ લગ્નમાં ટીવી, બોલિવૂડ અને પંજાબી ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.