કચ્છ : દ્રાક્ષની ખેતી કરી રામપરના ખેડૂતે મેળવ્યું વિક્રમી ઉત્પાદન, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા

Update: 2021-01-06 09:55 GMT

કચ્છ જિલ્લા નખત્રાણા તાલુકાના રામપર-રોહા ગામના ખેડૂતે છેલ્લા 4 વર્ષથી દ્રાક્ષની સફળ ખેતી કરી વિક્રમી ઉત્પાદન મેળવ્યું છે, ત્યારે દ્રાક્ષની ખેતી કરવા માટે અન્ય સ્થાનિક ખેડૂતોને પણ આહવાન કરવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લાનો ધરતીપુત્ર ધારે તો, પોતાની જમીનમાંથી સોનું ઉગાડી શકવાની ક્ષમતા ધરાવે છે. પછી ભલે ગમે તેવી મુશ્કેલીમાં ખેતી કરતા હોય તો પણ મહેનત કરીને અસંભવને સંભવ બનાવી દેતા હોય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કચ્છની ખેતીને વારંવાર યાદ કરતા હોય છે, ત્યારે કચ્છના ખેડૂતો ખેતી ક્ષેત્રે પણ પુરવાર થઈ રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી હોય કે, સફરજન કે, પછી કાજુ જેવા અનેક ખેતીના પાકો પકવીને કચ્છના ખેડૂતો દેશ-વિદેશમાં ડંકો વગાડી ચૂક્યા છે. કચ્છમાં કેસર કેરીથી માંડીને દાડમ, શક્કરટેટી, કલિંગર, સીતાફળ, ચીકુ, જામફળ, મોસંબી અને સંતરાથી લઈને અનેક પાકોનું ઉત્પાદન થાય છે.

Full View

કચ્છ જિલ્લા નખત્રાણા તાલુકાના નાનકડા ગામ એવા રામપર-રોહા ગામના ખેડૂતે અસંભવને સંભવ કરી બતાવ્યું છે. અહીંના એક ખેડૂત ઈશ્વર પટેલે છેલ્લા 4 વર્ષથી દ્રાક્ષની ખેતી કરીને વિક્રમી ઉત્પાદન મેળવ્યું છે. ખેતીના હબ ગણાતા નખત્રાણા તાલુકાના રામપર-રોહા ગામે દ્રાક્ષની ખેતી સફળ થઈ છે. ખેડૂતે જણાવ્યુ હતું કે, 5 એકર જમીનમાં દ્રાક્ષનો બગીચો બનાવવામાં આવ્યો છે. માર્ચ 2017માં ઉત્પાદનની શરૂઆત કરી હતી, જ્યારે દ્રાક્ષમાં 3 વર્ષે ફળ આવે છે. જોકે ગત વર્ષે 20 ટન જેટલું ઉત્પાદન થયું હતું, ત્યારે આ વર્ષે વરસાદના કારણે નુકશાની પણ થઈ છે. જોકે હજી વધારે ઉત્પાદન થવાની ખેડૂતે આશા વ્યક્ત કરી છે. તો સાથે દ્રાક્ષની ખેતી કરવા અન્ય સ્થાનિક ખેડૂતોને પણ પ્રેરણા આપવામાં આવી રહી છે.

Tags:    

Similar News