બીજી મા સિનેમા : લવયાત્રી, હિન્દી ફિલ્મ ગુજરાતીમાં જુવો

Update: 2018-10-08 11:56 GMT

એની બેન ને... (બે વાર), કટીંગ ચાય, એવા સંવાદ હિન્દી ફિલ્મીમાં આ પહેલા કદી આવ્યા ન’ હતા.

નવરાત્રી નું લવયાત્રી કર્યું... તોફાન મચ્યું, ‘લવયાત્રી’ સ્વીકાર્ય બન્યું. ‘ફસ્ટ સાઈડ લવ’ એટલો તીવ્ર સાત પાતાળને કે એવરેસ્ટ શિખરને પડકારે એવો. ઊંચ-નીચ તો રહેવાની જ પણ પ્રેમ કરતા પંખીડાને તો વિહરવું છે. ડૂબકી મારીને સાગરને તળીયે દોડવું છે એને કોણ અટકાવી શકે.

તા. ૧૦ મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થશે, નવ દિવસ આવા કેટલા પ્રેમ પંખીડા પાંખ ફફડાવશે, ખૂણે ખાંચરે ભરાશે, જેનામાં પ્રેમની પ્રબળ તીવ્ર ઝંખનાઓ હશે તે લંડન પહોંચશે એનો આબેહૂબ ચિતાર એટલે, ‘લવયાત્રી’. લબરમૂછિયાઓનું આ કામ જ નથી. પ્રેમાગ્ની જેણે અનુભવ્યો નથી એને તો એક, દો, તીન, તું કૌન, મૈં કૌન ?

આ પ્રણયગાથામાં એક ‘મામા’ હોવા જોઈએ. જે ‘મામૂ’ ન બનાવે પણ તન, મન અને ધનથી સાથ આપે. મને લાગે છે ‘લવયાત્રી’ જોયા પછી સાચા મામાની સંખ્યામાં બમણો વધારો થશે.

પ્રેમ થયો, થવા માટે તમારે તરકીબ કરવી પડી, પછી ધી એન્ડ, ના, ફિલ્મ અભી બાકી હૈ. પ્રેમનો એકરાર કરો ને તો પ્રેમિકા તમારી ચાલાકીને સ્વીકારી લેશે.

વડોદરાવાસીઓ આ ફિલ્મ ધરાઈને જોશે કારણ રાત્રિ બજારની વાનગીઓનો રસથાળ એમાં છે. પાણીપુરી, લાઈવ ઢોકળા, મંચુરિયન, પાસ્તા, આઈસક્રીમ કોન, ખીચું, પોપકોર્ન, મેગી, દાબેલી, વડાપાંઉ, સેન્ડવીચ, ફાંફડા, ભજીયા, જલેબી, લોચો, પાંઉભાજી, લસ્સી, જ્યુસ.

Similar News