ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને 'ગોલ્ડન ટોપી' ,ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 'ગોલ્ડન તલવાર' આપી ચેન્નઈ સુપર કિંગ્સે કર્યું સન્માન

Update: 2020-09-18 07:36 GMT

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી આવૃત્તિની શરૂઆતમાં હજી થોડા કલાકો બાકી છે. આ ટૂર્નામેન્ટ શનિવાર, 19 સપ્ટેમ્બર થી શરૂ થવા જઈ રહી છે. આના પહેલા, ચેન્નઈ સુપર કિંગ્સમાં એવોર્ડ સમારોહ યોજાયો હતો, જે ટીમ આઈપીએલની ફાઇનલ સૌથી વધુ વખત રમી ચૂકી છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સોનાની ટોપી આપવામાં આવી હતી.

https://twitter.com/ChennaiIPL/status/1306571815435685894

જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ IPLમાં 100થી વધુ વિકેટ અને 1900થી વધુ રન કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. ચેન્નઇ સુપર કિંગ્સ દ્વારા તેમને 'ગોલ્ડન તલવાર' ભેટમાં આપી સન્માન કરવામાં આવ્યું છે. તેમના સન્માન કાર્યક્રમ વખતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યાં હતા.

https://twitter.com/imjadeja/status/1306546997537787904

ચેન્નઈની ટીમે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં શાસક ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે. એમ.એસ. ધોનીએ તેની શાનદાર કેપ્ટનશીપથી ટીમને ત્રણ વખત ચેમ્પિયન બનાવ્યો છે અને ગયા સિઝનમાં પણ તેણે સૌથી વધુ રન બનાવ્યા હતા. કેપ્ટન કૂલની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.

Similar News