જસ્ટ ટુ મિનીટ, પ્લીઝ

Update: 2018-09-24 12:30 GMT

સ્રી બદલાય છે કે ફિલ્મો : હમ દિલ દે ચૂકે સનમથી મનમર્જીયા

મેં વર્જિન નહીં હું, પતિ રુબી ભાટિયા એટલે કે અભિષેક બચ્ચન સાથે હનીમૂન કરવા માટે ગયેલી રુમિ મિન્સ તાપસી પન્નુ કહે છે, તો સામે પતિ પણ કહે છે કે હું પણ વર્જિન નથી. એ જ યુવતી જ્યારે પતિને પૂછે છે કે, જ્યારે તું મારા લફરાં જાણે જ છે તો શા માટે મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો? પતિ અભિષેક બચ્ચન એટલું જ કહે છે કે તું પસંદ હતી....બોલ્ડ રુમિ હનીમૂન માટે આવતા પરિવારના પ્રશ્ન પરના ફોન પર કહી દે છે કે, કોન્ડોમ ભૂલ ગયે થે...ક્યા કરે...જેને બહુ સંસ્કારી ચાહીયે, પણ હવે જમાનો બદલાતો જાય છે કે આપણે કોઈ કન્ફૂઝ દુનિયામાં જીવીએ છીએ? કોન્ડોમ બોલતી રુમી પતિ માટે ભજીયાં પણ બનાવે છે...યુવાનોની અપેક્ષા કે સ્વપ્ન શું છે તે ખરેખર સમજવા હવે આસાન તો નથી. અભિષેક બચ્ચન છોકરી પસંદ કરવાની વાત પર પોતાની માતાને પણ આ જ વાત કહે છે કે મુઝે કોઈ નૌકરાની નહીં ચાહીએ, ના એસ્કોર્ટ ચાહીએ... ના આપકી નર્સ ચાહીએ.... મુઝે મેરી લાઇફ પાર્ટનર ચાહીએ....યે હૈ ન્યૂ જનરેશન..... બધાને ખબર છે કે છોકરીને લફરું છે....ફેસબૂક પર ફોટા પણ છે...છતાં કદાચ લાઇફ માટે હોય કે વાઇફ માટેનું થ્રિલ આ જ છે...એકદમ ગાંડુંઘેલું...

1999માં આવેલી હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મ આ જ રીતે ઐશ્વર્યા એટલે કે નંદિનીની વાત કરતી હતી. એક પુરુષ સાથે પ્રેમ થાય છે અને બીજા સાથે લગ્ન થાય છે. અજય દેવગન પહેલેથી લફરાં વિશે જાણતો નથી. મનમર્જીયામાં તો થોડી ચિટીંગ પણ છે. પ્રેમમાં ઇમાનદારી કદાચ સિલેબસમાંથી નીકળતો જાય છે. પ્રેમ ખાલી કવિની કલ્પના કે જૂની ફિલ્મોનું સંભારણું છે. પ્રેમ શબ્દનો પર્યાય એડજસ્ટમેન્ટ થઈ જશે....સ્કૂલ, સોસાયટી, કોલેજ કે જોબમાં પ્રેમના એડજસ્ટમેન્ટ બદલાઈ શકે. એની વે, અપના સબ્જેક્ટ હમ દિલ દે ચૂકેમાં ઇમાનદાર સંબંધની વ્યાખ્યામાં હિરોઇન ઐશ્વર્યા લગ્ન પછી પ્રેમી સલમાનખાનને મળવા જતી નથી. હમ દિલ...માં એક છોકરી, જેના જીવનમાં અચાનક એક યુવાન આવે છે જે જમાના કરતાં વધુ મોર્ડન છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. આ પ્રેમની જાણ પરિવારને થાય છે અને આસમાન તૂટી ગયું હોય એમ તેના સારો છોકરો શોધી ઘડીયા લગ્ન લેવામાં આવે છે. મનમર્જીયામાં તો રંગેહાથ પકડાવવાની વાત છે. નંદિની જૂના પ્રેમને ભૂલી શક્તી નથી. પતિને લફરાં, સોરી પ્રેમ અંગે લગ્ન પછી જાણ થાય છે. પતિ કોઈ પણ પ્રપંચ એટલે કે દાવપેચ રમ્યા સિવાય પ્રેમી પાસે લઇ જાય છે. આ દરમિયાન બનતી ઘટનાઓ પત્નીને પતિ પાસે પાછી લાવે છે અને પ્રેમી પણ પ્રેમિકાને આ જન્મ પૂરતી મુક્તિ આપે છે, ધેટ્સ હેપ્પી એન્ડ... ઓફ હમ દિલ દે ચૂકે હૈ સનમ....હા, મૂળ વાત કે જ્યાં પ્રેમ કે લફરું કર્યું હોય પણ સ્ત્રી અંતે પોતાનું ભવિષ્ય તો જુએ જ છે. હજારો પ્રેમ ગ્રીનકાર્ડ કે સિટીઝન શીપ સામે હાર માનતાં જોવા મળે છે. આ વાતમાં જરાય ખોટું નથી કે સ્ત્રી પ્રેમ સાથે ભવિષ્ય પર પણ નજર રાખી શકે છે, રાખવી જ જોઈએ. જૂની કહેવત આમ જ નથી કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની પર...કેમ કે પગ હમેશા ધરતી સાથે જોડાયેલા હોય છે. ધરતી સાથે જોડાવું એટલે વાસ્તવિકતા નજર સામે રાખવી....એટલે જ પ્રેમી વિકીને તાપસી પન્નુ, સોરી રુમિ કહે છે કે, તું બન્દા તો બડા સહી હૈ, પર જિમ્મેદારી પર હગ દેતા હૈ.....આ કહેવાય પગની પાની....વાસ્તવિકતાનો સીધો ટચ....આ જ વાત તો સંજય લીલા ભણશાળી હોય કે અનુરાગ કશ્યપ....બંનેએ બદલાતા જમાનાની વાત તો કરી છે પણ એક વાત પર તો બંને કોમન જ રહ્યા છે સ્ત્રી પ્રેમ કરવા સાથે ભવ્ય ભવિષ્ય પણ જોતી હોય છે. બાળકો તેણે પેદા કરવાના છે, ઘરવખરી તેણે વસાવવાની છે, પરિવાર અને સામાજિક જવાબદારી તેના ખભા પર આવવાની છે. ગમે તેટલો સારો પ્રેમી હશે પણ આફ્ટરઓલ ફ્યુચરનું શું?....જિમ્મેદારી ભી કોઈ ચીજ હૈ...

એની વે, આ બંને ફિલ્મો વચ્ચે આવેલી સ્ત્રી ફિલ્મને કેમ ભૂલાય? સ્ત્રી માટે એક વાત હીરો રાજકુમાર રાવ મજાકમાં કહી છે કે પ્યાર રેડીમેઈડ નહીં હોતા, સૂઇ ધાગેસે સિલના પડતા હૈ....સૂઇ ધાગા એટલે ભવિષ્ય, ભવિષ્યની કલ્પના....તો પણ નવી જનરેશનનો પ્રેમ એટલે? ફર્સ્ટ ટાઇમ દેખા તો પ્યાર હો ગયા, સેકન્ડ ટાઇમમેં સબ હો ગયા....પ્રેમમાં રાહ જોવાની વ્યાખ્યા રહી નથી. એક પત્ર લખો અને મહીને જવાબ આવે એ જમાનો ગયો...અરે એક મેસેજ સામે સો રિપ્લાય આવતા થઈ ગયાં હોય ત્યાં રાહ શેની જોવાની? એટલા માટે એક મજાનો વન લાઇન ડાયલોગ કહયો છે, સબ કા આધારલિંક હૈ સ્ત્રી કે પાસ.....સો ટકા એગ્રી.... નારાજગીથી ખૂશી થવાની હોય કે રડતા રડતા કે લડતા લડતા ય સેક્સ માણવાની મોટી રેન્જ છે. પુરુષની હાજરીમાં જવાબદારી સોંપવાની કે જરૂર પડે એકલપંડે લડી લેવાની તાકાત...

એની વે, હમ દિલ દે ચૂકેમાં ક્યાંય પણ વર્જિનીટીની ચર્ચા નથી, ત્રણેવને એકબીજા પર ભરોસો છે. સંગમ જેવી ફિલ્મોના જમાનામાં તો એક પાત્ર હમેશાં મરી જતું હતું.

નાઉ, ધ ટાઇમ ઇઝ ચેન્જ, હવે કોઈ મરતું નથી..... મનમર્જીયા જૂના વેલ્યુને બહાર ફેંકી દે છે. લગ્ન પછી પણ સંબંધ હોઇ શકે છે, આ પ્રકારનો સંબંધ ધરાવતી સ્ત્રીને પ્રેમવશ થઈ સ્વીકાર પણ કરવામાં આવે છે. ખોખલી વાતોને બદલે ક્લિયર મેસેજ આપવામાં આવ્યો છે કે જે રીતે ધર્મમાં માન્યતા, શ્રદ્ધા અને ઇતિહાસ અલગ અલગ છે એ જ રીતે પ્રેમ, લગ્નજીવન અને સેક્સ આ ત્રણેય અલગ બાબત છે. સોશિયલ મિડીયાથી માંડી ને હાઇટેક થતાં બદલાતા જમાનામાં મૂળ લગ્ન સંસ્થા પર આમ જોવા જઈએ તો સીધો હુમલો છે. કદાચ પ્રેમની પવિત્રતાની વ્યાખ્યા બદલાઈ રહી છે અને બંને પક્ષોને સ્વીકાર્ય પણ છે. મૂળે પુરુષ હોય કે સ્ત્રી, તેના જીન્સમાં જ સામી ચોઈસ માટેની પ્રિન્ટ થયેલી હોય છે. કોઈ બ્લેક સ્ત્રી કે પુરુષ જોઇને ઉત્તેજિત થાય તો કોઈ ઘેરા અવાજ કે સેક્સી અવાજથી....કોઈને સાવ સીધી ઘરરખ્ખુ વાઇફ જોઈએ તો કોઈને સાવ નટખટ... આ માટે તેની સો ભૂલ માફ પણ જિંદગી તો જલ્સાથી ભરપૂર જોઈએ... આ જ વાત મનમર્જીયા કહે છે કે પતિ રુબી ભાટિયાને થનાર પત્ની રુમિ વિષે બધું જ ખબર છે, રુમિ લગ્નની આગલી રાત્રે લગ્ન કરવાની ના પાડે છે, છતાં રુમિના પ્રેમી વીકીના પેરેન્ટ્સ પર પ્રેશર લાવે છે. જ્યારે અભિષેકના દોસ્તો આ અંગે પૂછે છે તો પણ એ કહે છે કે બેન્કર છું, આ મારી લાઇફ માટે ઇન્વેસ્ટમેન્ટ છે. બાઇક ચલાવતી બોલ્ડ વાઇફ તેના જિન્સમાં લખાયેલી છે. માણસજાત પણ શું છે? જે તેના જિન્સ પર લખેલું છે તેના માટે તો સંઘર્ષ કરે છે...કોઈને મનભરીને કમાવું છે, કોઈને બિઝનેસમેન બનવું છે તો કોઈને દુનિયા રખડવી છે, કોઇને સેક્સી વાઇફ જોઈએ છે....આ ચોઇસ તેના સ્વભાવમાં છે. આ ચોઇસ માટે જે કરવું પડે તે કરવા તૈયાર હોવું એને તો કહેવાય, યહી તો હૈ રાઇટ ચોઇસ બેબી....

Blog by : Deval Shastri

Similar News