મહેસાણા : સરકારના પરિપત્ર બાદ યાત્રાધામ બહુચરાજીના ભિક્ષુકોમાં નિરાશા

Update: 2020-01-24 13:33 GMT

મહેસાણા

જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે સરકારના પરિપત્ર બાદ કહી ખુશી કહી ગમનો માહોલ

જોવા મળી રહયો છે. ભિક્ષુકો સરકાર પાસે ભીખ માંગવા દેવાની વિનંતી કરી રહયાં છે તો

સરકારના નિર્ણયને શ્રધ્ધાળુઓ આવકારી રહયાં છે. 

જુનાગઢ ,ડાકોર, સિદ્ધપુર, પાલીતાણા, પાવાગઢ, શામળાજી તથા બહુચરાજી ખાતે ભીખ માંગવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં આવેલાં બહુચરાજી મંદિરના સંચાલકોને હજી સરકારનો પરિપત્ર મળ્યો નથી પણ તેઓ પરિપત્રના અમલ માટે કટીબધ્ધ છે.

સરકારના

નિર્ણય બાદ ભિક્ષુકોમાં નારાજગી જોવા મળી રહી છે. વયસ્ક ભિક્ષુકો પાસે પેટીયુ રળવા

માટે ભિક્ષા માંગવા સિવાય કોઇ વિકલ્પ રહયો નથી. બીજી તરફ ભિક્ષુકોને કોઇ સહારો

આપવા માટે પણ તૈયાર ન હોવાથી તેમની હાલત વધુ દયનીય બની છે. ભિક્ષુકો સરકારને કહી

રહ્યા છે માઇ બાપ અમને ભીખ માંગવા દો અમારું આ દુનિયામાં કોઈ નથી. 

જાહેરનામાને

જે યાત્રિકો ચોક્કસપણે  આવકારી

રહ્યા છે અને ભિક્ષુકોના કારણે તેમને તકલીફ પણ પડતી હોવાનું જણાવી રહ્યા છે પરંતુ

યાત્રિકો નું કહેવું છે કે સરકારે પણ આ ભિક્ષુકો  માટે કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. આ

લોકો જાતે મહેનત કરે તે માટે તેમને રોજગારી આપવી જોઈએ

Tags:    

Similar News