મહેસાણા: કોરોના વાયરસના કારણે યાત્રાધામ બહુચરાજીમાં માઈભક્તો માટે લેવાયા સાવચેતીના પગલાં

Update: 2020-03-17 11:00 GMT

શક્તિપીઠ બહુચરાજીમાં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં બહુચરના

દર્શનાર્થે આવતા હોય છે ત્યારે અત્યારે કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું

છે ત્યારે બહુચરાજી માતાજીના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે ખાસ વિશેષ સાવચેતીના

પગલાં લેવાયા છે.

યાત્રાધામ બહુચરાજી માં દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે સાવચેતીના પગલાંના

ભાગ રૂપે મુખ્ય ગેટ પાસે જ સેનેટ્રાઈઝર તેમજ વોશબેસિંગ મૂકવામાં

આવ્યું છે. સાવચેતીના

પગલાં ભરવામાં આવ્યા છે. દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને પહેલા હાથ સાફ કર્યા બાદ

પ્રવેશ માટે સૂચનાપણ આપવામાં આવી છે. કોરોના વાઇરસે જ્યારે સમગ્ર વિશ્વને ભરડાંમાં

લીધું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે બહુચરાજી મંદિરે આ પહેલ કરી છે જેથી આ રોગ આવનાર

યાત્રિકોને લાગે નહિ.

Tags:    

Similar News