નાતાલની ઉજવણીના ભાગરૂપે મધ્યરાત્રીએ દેશના જુદા જુદા ચર્ચમાં મિડનાઇટ માસ ઉજવાયો

Update: 2019-12-25 02:39 GMT

૨૫ ડિસેમ્બરના

રોજ દેશભરમાં નાતાલની આગલી રાત્રે, મિડનાઈટ માસમાં ભાગ લેવા અને પર્વની ઉત્સાહ ભેર

ઉજવણી કરવા માટે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ હજારોની સંખ્યામાં ચર્ચમાં ઉમટ્યા હતા.

મિડનાઈટ માસ

દેશના અનેકો મોટા ચર્ચમાં યોજાયો હતો, જેમાં બેંગલોરમાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ કેથેડ્રલ,

ગોવામાં અવર લેડી ઓફ ઇમમક્યુલેટ કન્સેપ્શન ચર્ચ, દિલ્હીના ગોલ ડાક ખાનામાં સેક્રેડ

હાર્ટ કેથેડ્રલ, તિરુવનંતપુરમમાં સેન્ટ માઇકલ, મુંબાઈમા સેન્ટ માઇકલ, કલકત્તામાં ચર્ચ

ઓફ ક્રાઇસ્ટ કિંગ, અને અન્ય બીજા ઘણા ચર્ચમાં ઉજવાયો હતો.

પરંપરાગત રીતે

મિડનાઈટ માસ રાત્રે ૧૨ વાગ્યા પછી શરૂ થાય છે, ગોવાના અવર અવર લેડી ઓફ ઇમમક્યુલેટ કન્સેપ્શન

ચર્ચમાં અનુયાયીઓએ તેમનો પરંપરાગત પોશાક પહેરીને, બાઇબલમાં ઈશુ ખ્રિસ્તની જન્મની વાર્તાઓ

વાંચી હતી.                  

Similar News