આગામી 12, 13 ના રોજ સૌરાષ્ટ્ર કચ્છમા ભારે થી અતિભારે વરસાદની આગાહી

Update: 2019-06-10 10:29 GMT

રવિવારના રોજ પુર્વ મધ્ય અરબિ સમુદ્રમા લો પ્રેસર સિસ્ટમ એકટીવેટ થઈ છે. જે આજરોજ ડિપ્રેશન સિસ્ટમમા પરિવર્તિત થઈ છે. ત્યારે આગામી 24 કલાકમા ડિપ્રેશન સિસ્ટમ ડિપ ડિપ્રેશન સિસ્ટમમા પરિવર્તિત થશે. હાલ આ સીસ્ટમ ઉતર પશ્ચિમ તરફ આગળ વધતી રહેશે. જેના કારણે આવતીકાલથી વાતાવરણમા પલ્ટો આવશે. જેના કારણે આગામી 12 અને 13ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠા વિસ્તારમા ભારેથી અતિભારે વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર ક્ચ્છની વાત કરવામા આવે તો જામનગર, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ અને ભાવનગરના દરિયા કાંઠા વિસ્તારમા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના તમામ પોર્ટ પર 1 નંબરનુ સીગ્નલ લગાવી દેવામા આવ્યુ છે. તો સાથેજ માછીમારોને પુર્વ મધ્ય અરબી સમુદ્ર તરફ દરીયો ન ખેડવાની સુચના પણ આપવામા આવી છે.

Similar News