મોરબી : બેંકમાંથી પૈસા ઉપાડી નીકળતા લોકોના પર્સ કાપતી ”સાશી” ગેંગ ઝડપાય

Update: 2019-12-08 09:40 GMT

મોરબીના

સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંકમાંથી નીકળેલા દંપતિનું પર્સ કાપી તેમાંથી બે લાખ

રૂપિયાની ચીલઝડપ કરનારી સાશી ગેંગની ત્રણ મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. 

મોરબીની

દેના બેન્કમાંથી એક દંપતિ રૂપિયા ઉપાડીને ઘરે જઇ રહયું હતું ત્યારે તેમનું પર્સ

કાપી તેમાં મુકેલાં 2 લાખ

રૂપિયાની ચીલઝડપ થઇ હતી. એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ આદરી હતી. જેમાં

ત્રણ મહિલા આ દંપતિની રેકી કરતા અને બેંકની બહાર તેમનો પીછો કરીને રિક્ષામાં તેમની

સાથે બેઠેલી જોવા મળી હતી..

આ ત્રણેય

મહિલાઓ ક્રુઝર મારફતે મોરબીથી રાજકોટ જવા નીકળી હોવાની ચોક્કસ જાણના આધારે પોલીસે

વોચ ગોઠવી હતી. જેમાં કામિબેન ઉર્ફે રાજકુમારી શાસી, બિંદોબેન શાસી અને ગુંજાબેન શાસીની

અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ર લાખ

રૂપિયા રીકવર પણ કર્યા છે.

પોલીસ

સકંજામાં આવેલી મહીલા આરોપીઓની વાત કરવામાં આવે તો તેઓ સામે રાજપીપળા, વડોદરા, પાદરા અને ઝાલોદમાં ગુના નોંધાયેલા

હોવાનું જાણવા મળ્યું છે. આરોપી મહિલાઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પચોર તાલુકાના

કડીયા શાસી ગામની છે. તેઓ બેંકોમાંથી પૈસા ઉપાડીને નીકળેલા વ્યક્તિઓના થેલા, પર્સ કે ખિસ્સા કાપીને ચોરી કરવામાં

માહેર છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને જઈને સોના ચાંદીના ઘરેણાં તથા  રેલવે સ્ટેશને જઈને મુસાફરોની નજર

ચૂકવી રોકડની ચોરી કરવી પણ આ ટોળકીની મોડસ ઓપરેન્ડી છે. આ ગેંગ શાસી( કડીયા) તરીકે

ઓળખાય છે.હાલ તો મોરબી પોલીસે આ ગેંગની રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ આદરવાની તજવીજ

હાથ ધરી છે. 

Tags:    

Similar News