મહેન્દ્રસિંહ ધોનીએ સંભાળી ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી, આ છે કારણ

Update: 2018-09-25 13:08 GMT

એશિયા કપમાં સુપર-4ના પોતાના અંતિમ મુકાબલામાં ભારત અફઘાનિસ્તાન સામ સામે

એશિયા કપમાં મંગળવારે સુપર-4ના પોતાના અંતિમ મુકાબલામાં ભારત અફઘાનિસ્તાન સામ સામે છે. અફઘાનિસ્તાને શાનદાર શરૂઆત કરી હતી. જોકે કુલદીપ યાદવે હસમતુલ્લાહ શાહિદીને 0 રને તો કેપ્ટન અશગર અફઘાન પણ યાદવની ઓવરમાં 0 રને આઉટ થયો. આ પહેલાં અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ મેચમાં કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવતાં મહેન્દ્રસિંહ ધોનીએ ફરી ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે. કેપ્ટન તરીકે ધોનીની આ 200મી મેચ છે. 37 વર્ષનાં ધોનીએ 696 દિવસ બાદ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી છે. ધોનીએ 29 ઓક્ટોબર, 2016નાં રોજ વિશાખાપટ્ટનમમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં અંતિમ વખત ભારતીય ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. જે બાદ તેને કેપ્ટનશીપ છોડી દીધી હતી. ધોનીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો જે બાદથી વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે.

Similar News