નડીઆદ: ભાજપના આગેવાનની બહેન પર કાર ચઢાવી ભયભીત કરવાનો પ્રયાસ, જુઓ કોના પર લાગ્યો આરોપ

Update: 2021-02-04 14:03 GMT

નડીઆદના ભાજપ કાઉન્સિલરના બહેનની કાર ઉપર કાર અથડાવી ભયભીત કરવાનો મામલો નડીઆદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ભોગ બનનાર દ્વારા ભાજપના જ કાઉન્સિલર અને ઉદ્યોગપતિ ઉપર આક્ષેપો લગાવમાં આવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મારામારીના કેસમાં સજા ભોગવી રહેલા નડીઆદ નગરપાલિકાના વોર્ડ 3ના કાઉન્સિલર અમિત સચદેવના બહેન ઉપર વોર્ડના જ એક કાઉન્સિલર અને જાણીતા ઉદ્યોગપતિના માણસો દ્વારા આજે અમિત સચદેવના બહેન કિરણ સચદેવ જવાહર નગરમાં પોતાની કારમાં કામ અર્થે બહાર નીકળ્યા હતા. તે સમયે સામેથી એક કારમાં સવાર ગિરીશ દાદલાની નામના ઈસમ દ્વારા કિરણ સચદેવની કારને કાર અથડાવી ઇજાઓ પહોચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ રીતે હુમલો કરવાની કોશિશ થઈ હતી જેને લઈ કિરણ સચદેવ દ્વારા નડીઆદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. અગાઉ પણ ગિરીશ દાદલાની અને ભાજપ કાઉન્સિલર અમિત સચદેવ વચ્ચે રાજકીય સંઘર્ષ અને અંગત અદાવતને લઈ સમાસામી ફરિયાદો થઈ હતી જેમાં અમિત સચદેવ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે. અમિતને ભાજપ માંથી ટીકીટ ન મળે તે માટે આ ષડયંત્ર થયો હોવાના પરિવારના આક્ષેપો છે. ઉદ્યોગપતિ ગિરીશ દાદલાની પોતાના દીકરા માટે ભાજપની ટીકીટ માંગી રહ્યા છે અને રાજકીય વર્ચસ્વને લઈ વોર્ડ-3માં ભાજપના જ બે જૂથો વચ્ચે ફરિયાદોનો દોર શરૂ થતાં નડિયાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.  

Tags:    

Similar News