નર્મદા : જંગલ સફારી પાર્કમાં હવે વન્યજીવોને માફક આવ્યું વાતાવરણ, વાનરના બચ્ચાએ આકર્ષણ જમાવ્યું

Update: 2021-01-02 07:54 GMT

કેવડીયામાં નિર્માણ પામેલ સ્ટેચ્યું ઓફ યુનિટી નજીકના જંગલ સફારીમાં દેશ-વિદેશના વન્યજીવોને વાતાવરણ માફક આવી ગયું છે. નાના બચ્ચાઓના જન્મ પણ થઈ ગયા છે અને પ્રાણીઓ અમે બચ્ચાઓ વાતાવરણમાં હરી ફરી રહ્યા છે.

Full View

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 375 હેક્ટર જમીનમાં જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. આ પાર્કમાં વાઘ, દીપડા અને ગેંડો સહિતના દેશી-વિદેશી હજારો પશુ પક્ષીઓ રાખવામા આવ્યા છે. આ ઉદ્યમ પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. રજાઓમાં સહેલાણીઓ દેશ વિદેશના પ્રાણીઓ નિહાળવા જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા થયા છે. અહીનું સુંદર વાતાવરણ અને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રવાસીઓ પણ પ્રભાવિત થાય છે. જંગલ સફારી પાર્કમાં શરૂઆતના તબક્કામાં વિદેશોમાંથી નિર્યાત કરવામાં આવેલ વન્ય પ્રાણીઓને વાતાવરણ માફક આવતું ન હતું. જેના કારણે કેટલાક સજીવોના મોત પણ થયા હતા. જો કે, હવે ધીરે ધીરે દેશી-વિદેશી પશુ-પક્ષીઓને વાતાવરણ રાસ આવતું જોવા મળી રહ્યું છે. અહીનું વાતાવરણ પસંદ આવતા હરણ થી લઈને અન્ય પશુ-પક્ષીઓએ બચ્ચાઓને જન્મ આપ્યા છે. આ બચ્ચાઓ પણ અહીંયા વાતાવરણમાં ખૂબ સારી રીતે ફરી ફરી રહ્યા છે.

ખાસ આફ્રિકન પ્રજાતિના દુનિયાના સૌથી નાના વાનર કોટન ટેપ ટેમરિન આકર્ષક લાગી રહ્યું છે. વાનરના નાના બચ્ચાઓ એટલા સુંદર દેખાય છે આ નાના બચ્ચા વાંદરાઓની પીઠ પર બેસીને અંદર ફરી રહ્યા છે. જમવાનું પણ જમી રહ્યા છે. હવે વન્યજીવોને સમગ્ર વાતાવરણ માફક આવી ગયું છે. જેના કારણે વનવિભાગ સહિત પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Tags:    

Similar News