નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

Update: 2020-10-24 14:49 GMT

આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે. પીએમની વિઝીટને લઈને સેનિટાઇઝ અને રંગ રોગાન માટે જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ફરી બંધ કરાયું છે.

કેવડીયા ખાતે સરદાર સરોવર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે 375 એકર જમીનમાં વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ જંગલ સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જંગલ સફારી પાર્ક એકદમ તૈયાર છે અને વિદેશી પ્રાણીઓ પણ વાતાવરણમાં ભરી ગયા છે. ત્યારે 31 મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી મુલાકાત લે તેવી શક્યતા છે. ત્યારે પીએમ મોદી પોતાના ડ્રિમ પ્રોજેક્ટ જંગલ સફારીને તેમના હસ્તે વિધિવત ખુલ્લું મુકાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છ.

રાષ્ટ્રીય એકતાનું પ્રતીક અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના બીજા રાટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકમાત્ર એકતા નગરી એવા કેવડિયા કોલોની ખાતે થઇ રહી છે ત્યારે જેમાં દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી હાજર રહેવાના હોય અને 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ના રોજ રાષ્ટ્રીય એકતા પરેડ નું નિરીક્ષણ કરવાના હોય જેની હાલ સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ગુજરાત રાજ્ય પોલીસ ફ્લેગ માર્ચ કરશે આ સાથે પ્રથમવાર કેમલ માર્ચ અને હોર્સ માર્ચ પણ કરવામાં આવશે. જે BSF  દ્વારા  કરવામાં આવશે આ સાથે  IBPT, CRPF, BSF,  NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને તેનું રીહર્શલ પણ કરવામાં આવી રહ્યું છે. 31 મી ઓક્ટોબરે આખું વિશ્વ દેશના સુરક્ષા દળોની આ એકતા પરેડને લાઈવ નિહાળશે.

Tags:    

Similar News