'શોખથી દાંડિયા ઝૂમો' પાન વિલાસ દ્વારા નવરાત્રિમાં અપાયી સ્પેશ્યલ ઓફર

Update: 2018-10-15 09:28 GMT

ગુજરાતની સાથે દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ આ અભિયાનની શરૂઆથ કરવામાં આવી છે.

નવરાત્રિ મહોત્સવએ ભારતભરમાં ચાલતો હિન્દુ પરંપરાનો સૌથી લાંબો ઉત્સવ છે. જેને લઈને નવ દિવસનાં આ તહેવારમાં મુખ્યત્વે મા ની આરાધના સાથે લોકનૃત્યને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. દરમિયાન ખાસ કરીને યુવાધન તેની રંગે ચંગે ઉજવણી કરે છે. અને પરંપરાગત લોકનૃત્ય એવા ગરબા-દાંડિયા રાસની રમઝટ બોલાવે છે. ત્યારે આ પ્રસંગને ધ્યાનમાં રાખી પાન વિલાસ દ્વારા 5 રૂપિયાનાં પ્રીમિયમ વિભાગમાં બજારમાં વિશેષ ઓફર મૂકવામાં આવી છે. પાન વિલાસ દ્વારા 'શોખથી દાંડિયા ઝૂમો' ઓફરની શરૂઆત કરવામાં આવી છે.

પાનવિલાસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી આ વિશેષ ઓફરનાં ભાગ રૂપે ગ્રાહકો રૂપિયા 1800000 સુધીનો પેટીએમ કેશ અને મોબાઈલ રિચાર્જ તથા 500 સફારી ટ્રાવેલ બેગ, પેરિસ, સિંગાપોર તેમજ કુઆલાલુમ્પુરના 40 પ્રસાસનાં મેગા ઈનામો જીતી શકે છે. નવરાત્રિની ઉજવણીમાં સ્થાનિક રંગ લાવવા માટે પાન વિલાસ દ્વારા ખ્યાતાનામ ગાયક અરવિંદ વેગડાને 'ગુજરાતનો શોખ' થીમ હેઠળ કમ્પોઝિશન તૈયાર કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ તબક્કે ચ્યૂઈંગ એન્ડ કન્ફેક્શનરીના વડા અનિર્બન સેને જણાવ્યું હતું કે, પાન વિલાસ પોતે જ શોખ બડી ચીજ હૈ કહે છે. જે ઉત્સાહ સાથે પાન વિલાસ બનાવવામાં આવી છે તે દર્શાવે છે કે, સાચા કદરદાનો કે જેઓ તેમની શ્રેષ્ઠ પામવાની ઝંખનાને પરિપૂર્ણ કરવા માટે કોઈપણ હદ સુધી લઈ જવામાં પાછા પડતા નથી. જે તેમનો જુસ્સો દર્શાવે છે.

પાન વિલાસ દ્વારા ગુજરાતની સાથે અન્ય રાજ્યો દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ તેમની શોખ સે દુનિયા ઘુમો થીમ પર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઓડિસામાં દુર્ગાપૂજાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અભિયાની ઓફર દુર્ગાપૂજા અભિયાન સાથે મેળવી દેવામાં આવી છે.

Tags:    

Similar News